22 મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની કચેરીઓ માટે શું આદેશ થયો ? જુઓ
- બપોરે કેટલા વાગ્યા સુધી બંધ રહેશે ?
અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના મહત્વના અને ઐતિહાસિક દિવસ પર સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ અડધો દિવસ માટે બંધ રાખવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારે સત્તાવાર આદેશ જારી કર્યો હતો. સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા જારી થયેલા આદેશમાં એમ જણાવાયું હતું કે કર્મચારીઓની ભાવના અને એમના અનુરોધને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અડધો દિવસની રાજા જાહેર કરી છે. સરકારી કચેરીઓ સવારથી બપોરે 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. કેન્દ્ર સરકારના તમામ કાર્યાલયો, કેન્દ્રીય સંસ્થાનો અને કેન્દ્રીય ઔધ્યોગિક એકમો બંધ રહેશે.
સરકારે એમ કહ્યું હતું કે બધા જ લોકો પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ જોઈ શકે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને 22 મી જાન્યુઆરી બાદ તમામ સંસદીય ક્ષેત્રોના લોકોને અયોધ્યા માટે ટ્રેનોમાં રવાના કરવાનો આદેશ મંત્રીઓને પણ આપ્યો છે. દેશની અને વિદેશની ભારતીય જનતા માટે 22 મીનો દિવસ યાદગાર અને ઐતિહાસિક રહેવાનો છે.