કેન્દ્ર સરકાર માટે શું ચિંતા આવી ? વાંચો
એફડીઆઈમાં કેટલો ઘટાડો થયો ?
કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક અહેવાલ જારી થયો હતો. આ બારામાં રિઝર્વ બેન્ક દ્વારા માહિતી અપાઈ હતી. બેન્કના રિપોર્ટમાં એમ જણાવાયું હતું કે દેશમાં સીધા વિદેશી રોકાણમાં 55 ટકાનો ઘટાડો થયો હતો. આ સ્થિતિને સુધારવા માટે પગલાંની આવશ્યકતા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2023 માં એપ્રિલ થી ડિસેમ્બર દરમિયાન સીધા વિદેશી રોકાણમાં 55 ટકાનો ઘટાડો થયો હતો જે 2022 ની સમાન અવધિ દરમિયાન 21. 63 અબજ ડોલર હતું. પણ 2023 માં ઘટીને 9.69 અબજ ડોલર રહી ગયું હતું. આ સ્થિતિનું એક કારણ એવું પણ અપાયું હતું કે ઇક્વિટી રકમની વાપસીમાં ભારે વધારો થયો હતો.
રિઝર્વ બેન્કે એવી માહિતી આપી હતી કે 2023 ના એપ્રિલ -ડિસેમ્બર દરમિયાન 19.23 અહજ એફડીઆઇ આવી હતી જ્યારે 9.54 અબજ ડોલરનું રોકાણ બહાર ગયું હતું. બેન્ક દ્વારા તેના કારણોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર માટે આ ચિંતાનો વિષય બની શકે છે.
અત્યારે અર્થતંત્ર ઝડપથી દોડી રહ્યું છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ પણ ચાલી રહી છે અને બીજી બાજુ એફડીઆઈમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે તેને સમતોલ કરવા માટે પગલાં જરૂરી બનશે. જો કે આગામી સમયમાં સ્થિતિ સુધરી શકે છે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.