PM આવાસ યોજના અંગે શું થઈ જાહેરાત ? કેટલા ઘર બનશે ?
- ઘરવિહોણા મિડલ ક્લાસને મોદી સરકારની ભેટ
- 8 લાખ સુધીની હોમ લોન માટે 4 ટકા સબસિડી મળશે : પીએમ આવાસ યોજના કરોડો પરિવારને લાભ ; કેબિનેટે આપી મંજૂરી; 3 કરોડ નવા ઘર બનશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કેન્દ્રીય કેબિનેટે શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,0ને મંજૂરી આપી હતી અને ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ આવાસ બનશે અને તેમના માટે રૂપિયા 2.30 લાખ કરોડની સરકારી સબસિડી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. કૂલ 3 કરોડ નવા ઘર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બનશે. 2 કરોડ નવા ઘર ગ્રામ્ય વિસ્તારોમાં બનશે .
આ સબસિડી અલગ અલગ પધ્ધતિથી અપાશે. રૂપિયા 8 લાખની હોમ લોન માટે 4 ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે અને આમ કરીને કેન્દ્ર સરકારે દેશના મિડલ ક્લાસને મોટી ભેટ આપી હતી. કેબિનેટે વડાપ્રધાનની આ ફેવરિટ યોજનાને લીલીઝંડી આપી હતી.
આ યોજના હેઠળ આર્થિક રૂપથી નબળા વર્ગ એટલે કે ઇડબ્લ્યુ એસ આવે છે તેમજ ઓછી આવકવાળા પરિવારો અને મધ્યમ આવક ધરાવતા પરિવારો આવે છે. આ બધા એવા પરિવારો છે જેમની પાસે ઘરનું ઘર નથી. એમને સબસિડી આપીને ઘર લેવામાં સરકાર મદદ કરશે.
યોજના એવી છે કે રૂપિયા 35 લાખની કિમતવાળા મકાન માટે રૂપિયા 25 લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થીને 12 વર્ષની અવધિ સુધીના પ્રથમ 8 લાખ રૂપિયાની લોન પર 4 ટકા સબસિડી અપાશે. પાત્ર લાભાર્થીઓને 5 વાર્ષિક હપ્તામાં પુશ બટનના માધ્યમથી રૂપિયા 1.80 લાખની સબસિડી અપાશે.
1 કરોડ ઘર શહેરોમાં બનશે; વડાપ્રધાનની યોજનાથી વધુ લોકોને ઘર મળશે
કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 ને શનિવારે મંજૂરી આપી હતી. , જે હેઠળ 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તારોમાં પોસાય તેવા ખર્ચે મકાનો બાંધવા, ખરીદવા અથવા ભાડે આપવા માટે સશક્ત કરવામાં આવશે. નાણાકીય સહાય આપવામાં આવશે. કૂલ 3 કરોડ ઘર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બનશે અને તેના માટે મંજૂરી અપાઈ હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, 4 કરોડ ઘરો હેઠળ દેશભરમાં એક વિશાળ સામાજિક પરિવર્તન આવ્યું છે. વધુ 3 કરોડ નવા મકાનોના અમલીકરણ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.” આ માટે બજેટની જોગવાઈ 3, ગ્રામીણ વિસ્તારોમાં 60,000 કરોડ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 1 કરોડ મકાનો હશે.