કેન્દ્રના કર્મીઓએ સરકારને શું આપી ચેતવણી ? વાંચો
- શું કરી છે માંગણી ?
કેન્દ્રીય કર્મચારીઓએ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી હતી. ગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઑફ એક્શનના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

એનજેસીએના સંયોજક શિવગોપાલ મિશ્રાએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં જણાવાયું હતું કે, અનિશ્ચિતકાળ માટેની હડતાળની નોટિસ આપવા અને હડતાળની તારીખ જાહેર કરવા બે દિવસની અંદર કમિટીની રચના કરાશે.
કેન્દ્રીય તેમજ વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા ગત વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ માટે ગત વર્ષે ચાર રેલી પણ યોજી હતી. કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ વાત પહોંચાડવા વિવિધ પ્રયાસો કર્યા છે. એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો કામ નહીં થાય તો શાસક પાર્ટીને નુકસાન થશે.