પાકિસ્તાનના સૈન્ય વડાએ ભારત વિષે શું ઝેર ઓકયું ? શું કહ્યું ? જુઓ
પાકિસ્તાન ભારત સામે ઝેર ઓંકવાની કોઈ તક છોડતું નથી. હાલમાં જ એક જાહેર કાર્યક્રમમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન બંને અલગ દેશ છે. હિન્દુઓ પાકિસ્તાનથી તદ્દન અલગ છે. આપણા દેશની ગાથા આપણે આપણી ભાવિ પેઢીઓને સંભળાવવાની છે.
મુનીરે ભારત વિરૂદ્ધ વિદ્રોહ વ્યક્ત કરતાં કહ્યું કે, પાકિસ્તાનના દુશ્મન વિચારે છે કે, તેઓ બીએલએ , બીએલએફ બીઆરએ સાથે જોડાયેલા આ 1500 આતંકવાદીની મદદથી બલૂચિસ્તાન છીનવી લેશે. પણ આ આતંકીઓનો ખાતમો બોલાવીશું. તેમની કમર તોડી નાખીશું. આમ આ રીતે એમણે એવો આરોપ મૂક્યો હતો કે અમે આ વ
આસિમ મુનીરે કહ્યું કે, આપણા પૂર્વજોએ વિચાર્યું હતું કે, આપણે હિન્દુઓથી તદ્દન અલગ છીએ. આપણા રીત-રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારસરણી બધુ જ અલગ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ. એક નથી. આ દેશ માટે આપણે ખૂબ બલિદાન આપ્યું છે. અનેક વર્ષોથી સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. આપણે આપણા દેશની ગાથા આપણી ભાવિ પેઢી બાળકોને કહેવાની છે.
મુનીરે વધુમાં દાવો કર્યો કે, વિશ્વમાં અલ્લાહના કલમાના આધારે માત્ર બે જ દેશ છે. એક મદીના અને બીજું પાકિસ્તાન. અલ્લાહે 1300 વર્ષ પહેલાં પાકિસ્તાન બનાવ્યું. કાશ્મીર પાકિસ્તાનનું અંગ છે. જેને કોઈ છીનવી શકશે નહીં. પાકિસ્તાનને ક્યારેય કાશ્મીરથી અલગ કરી શકાશે નહીં. કોઈપણ તાકાત કાશ્મીરને છીનવી શકશે નહીં.