સોનિયા અને રાહુલ ગાંધી સામે કેવા સખત પગલાં લેવાયા ? વાંચો
કોંગ્રેસના ટોચના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઇડીએ એજેએલ કેસમાં આકરી કાર્યવાહી કરી હતી. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે કુર્ક કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા લેવાયા છે. જે હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી હતી.
જણાવી દઈએ કે, એજન્સી આ મામલે પહેલા પણ સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, જપ્ત કરાયેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉં સહિત કેટલીક જગ્યાઓ પર પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે, યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.
હાલના દિવસોમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવે છે. તેને ફગાવતા ભાજપ કહે છે કે, પુરાવાના આધાર પર એજન્સીઓ તપાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. ત્યારે, રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી થવાની છે. પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
