યુપીના સંભલમાં હવે સરકાર કેવા પગલાં લેશે ? વાંચો
યુપીના સંભલમાં જે બબાલ થઈ છે તે અંગે હજુ પણ રાજ્ય સરકાર આકરા પગલાં લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને પથ્થરબાજો સામે સખત પગલાં લેવાની સૂચના અપાઈ છે અને તેના ભાગરૂપે સંભલ શહેરમાં ચોકે ચોકે પથ્થરબાજોના પોસ્ટર લગાવાશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મુજબના કડક પગલાંનો આદેશ આપ્યો હતો અને તોફાનો દરમિયાન જે મિલ્કતોને નુકસાની થઈ છે તેની વસૂલાત પણ આરોપીઓ પાસેથી કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું બહાર આવ્યું છે.
અત્યાર સુધીમાં 100 લોકોને પથ્થરબાજી કરવામાં ઓળખી લેવાયા છે અને હવે એમના પોસ્ટર ચોકે ચોકે લાગશે અને એમની પાસેથી નુકસાનીની વસૂલાત કરાશે. હાઇ લેવલની સમીક્ષા બેઠકમાં અધિકારીઓને આ મુજબના આદેશ અપાયા હતા.
યોગી સરકાર આ પહેલા જ તોફાનોમાં આરોપીઓ પાસેથી વસૂલાત કરવા અંગેનો વટહુકમ લાવી ચૂકી છે અને તેનો અમલ કરવા સાથે સંભલ શહેરના આરોપીઓ પાસેથી પણ વસૂલાત કરવામાં આવશે.