ગોળની રસી માટે સરકારે કેવા પગલાંની જાહેરાત કરી ? વાંચો
કેન્દ્ર સરકાર હવે આગામી દિવસોમાં આર્થિક મોરચે કેટલાક મહત્વના નિર્ણયો લેશે. ખાસ કરીને ઇથેનોલ બલેન્ડિંગ માટે મોલાસીસ ઉપર એટલે કે ગોળની રસીની નિકાસ ઉપર 50 ટકા ડ્યૂટિ નાંખશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. 18 મી જાન્યુઆરીથી આ ડ્યૂટિ નાખવામાં આવશે.
ઇથેનોલ બલેન્ડિંગનું પૂરતો સ્ટોક રહે તે માટે ડ્યૂટિ નાખવામાં આવશે. સાથોસાથ ઇમ્પોર્ટેડ ખાધ્ય તેલ એટલે કે ક્રૂડ અને રિફાઈન્ડ ઉપરની લોઅર ડ્યૂટિ 2025 ના 25 મી માર્ચ સુધી લંબાવી છે. આ માટેની ડેડલાઇન ચાલુ વર્ષ 25 માર્ચ સુધીની હતી.
સરકાર એમ માને છે કે વધુ એક વર્ષ માટે સસ્તા ઇમ્પોર્ટથી ફુગાવાને કાબુમાં રાખવામાં સહાયતા મળશે. જો કે સ્વદેશી તેલીબિયાં ઉત્પાદકો માટે તે નુકસાનકારક રહી શકે છે. સરકારે એવી માહિતી પણ આપી હતી કે રવિ સિઝનમાં સરસવના ખેડૂતો બમ્પર વાવણી કરવાના છે.