કેન્દ્રીય બજેટ કેવુ હોવુ જોઇએ..? ‘વોઇસ ઓફ ડે’ના આંગણે પ્રી-બજેટ ડિસ્કશન’,જાણો શું છે રાજકોટ-સૌરાષ્ટ્રના બિઝનેસ વર્ગની આશા-અપેક્ષા
કેન્દ્રીય બજેટ હવે ગણતરીના દિવસોમાં રજૂ થવાનું છે અને આ વખતે ઘણા સમય પછી રવિવારે લોકોની આશા-અપેક્ષાનું પ્રતિબિંબ જોવા-જાણવા મળશે. જયારે જયારે બજેટ નજીક આવતુ હોય ત્યારે દેશના વિવિધ ક્ષેત્રમાંથી વિવિધ પ્રકારની માંગણીઓનો ધોધ વછૂટતો હોય છે. કોઈ ટેક્સમાં રાહત માગે છે તો કોઈ આંકડાની માયાજાળ ઓછી કરવાની માંગણી કરતુ હોય છે. કોઈ ક્ષેત્ર જી.એસ.ટીમાં સુધારા ઈચ્છે છે તો કોઈક કસ્ટમ ડ્યુટીનું માળખુ ફરે તેમ ઈચ્છે છે. આમ તો દેશની 140 કરોડની જનતા શું ઈચ્છે છે તેનું પ્રતિિંબબ આ માંગણીઓમાં જોવા મળે છે. સૌરાષ્ટ્ર વિસ્તાર ગુજરાતનો મહત્વનો વિસ્તાર છે અને અહીની ધરતી ઉપર અનેક અનેક ઉદ્યોગો ધમધમે છે. અહી સૌથી મોટો દરિયા કિનારો છે અને ઓઈલ રીફાઇનરીઓ છે.. સિમેન્ટ ઉદ્યોગ છે..સોલાર ઉદ્યોગ છે..જ્વેલરી ઉદ્યોગ છે…ઓટો ઇન્ડસ્ટ્રી છે…ફાઉન્ડ્રી છે…અહી કારથી લઈને વિમાન અને ઉપગ્રહનાં પાર્ટ્સ બને છે…
કહેવાનો અર્થ એ છે કે રાજકોટ જે આજે ઉદ્યોગ, રિયલ એસ્ટેટ, જ્વેલરી, ઓટો પાર્ટ્સ અને ટ્રેિંડગનું હબ બની ગયું છે, તો ત્યાંના ઉદ્યોગોની બજેટમાં અપેક્ષા શું છે? ટેક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ અને રોજગાર સર્જનમાં બજેટથી કેટલી આશા રાખી શકાય? આ બધા મુદ્દાઓ ઉજાગર કરવા માટે `વોઈસ ઓફ ડે’એ પહેલ કરી છે. રાજકોટના બિઝનેસ માંધાતાઓએ `વોઈસ ઓફ ડે’ મીડિયા હાઉસમાં સાથે બેસીને બજેટમાં આશા-અપેક્ષા અને સરકારી નીતિ અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી. બજેટ અંગે ચર્ચા કરવા માટે રાજકોટનાં જાણીતા પ્રેમજી વાલજી જવેલર્સનાં ફાઉન્ડર હરીશભાઈ સોની, રાજકોટ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનનાં પ્રેસિડન્ટ અમૃતભાઈ ગઢિયા, ટ્રેઝરર સંજયભાઈ વોરા, અદાણી મસાલા ગ્રુપનાં ફાઉન્ડર અને રાજકોટ ક્નઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસો.નાં ચેરમેન જીતુભાઈ અદાણી, ક્નઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યૂટર એસો.ના પૂર્વ પ્રમુખ જયેશ તન્ના, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમભાઈ બારસિયા, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડન્ટ નલિનભાઈ ઝવેરી, જાણિતા સ્ટોક બ્રોકર પરેશભાઈ વાઘાણી, રાજકોટ બિલ્ડર એસોસિએશનના સેક્રેટરી અને જાણીતા બિલ્ડર સુજીતભાઈ ઉદાણી, બિલ્ડર ઋષિક ગોવાણી,પાર્થ તળાવીયા, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો.નાં પ્રેસિડેન્ટ મયુર આડેસરા, રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના જીગ્નેશભાઈ શાહ અને અંકિતભાઈ શેઠ વગેરે `વોઈસ ઓફ ડે’ના મંચ ઉપર બેસીને પ્રિ-બજેટ ચર્ચાઓ કરી હતી.
કેપિટલ ગેઇનમાં ફાયદો અને NRIને જવેલરી ખરીદીમાં રિબેટ આપવામાં આવે
– હરીશ સોની (પ્રેમજી વાલજી જ્વેલર્સ)

રાજકોટનાં પ્રતિષ્ઠિત જવેલર્સ પ્રેમજી વાલજી જવેલર્સના હરીશભાઈ સોનીએ કેન્દ્ર સરકાર સમક્ષ જવેલરી ઈન્ડસ્ટ્રીને વધુ સશક્ત બનાવવા માટે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે. હરીશભાઈ સોનીના જણાવ્યા મુજબ હાલ બજારમાં ઓલ્ડ ગોલ્ડ બાર્ટરનો ટ્રેન્ડ ઝડપથી વધતો જઈ રહ્યો છે, ત્યારે આ વ્યવહારમાં કેપિટલ ગેઇન ટેક્સમાં ખાસ રાહત આપવામાં આવે તો ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ મળી શકે. કેપિટલ ગેઇનમાં છૂટછાટ મળવાથી ગોલ્ડ રિસાયિંક્લગને પણ પ્રોત્સાહન મળશે અને અનૌપચારિક વ્યવહારોમાં ઘટાડો થશે.આ ઉપરાંત તેમણે જણાવ્યું કે એન.આર.આઈ. દ્વારા ભારતમાં ખાસ કરીને રાજકોટ જેવા શહેરોમાંથી મોટા પ્રમાણમાં જવેલરી ખરીદી કરવામાં આવે છે. જો એન.આર.આઈ. ખરીદી પર જીએસટીનું રિબેટ આપવામાં આવે તો માત્ર જવેલરી વેપારને નહીં પરંતુ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને પણ મોટો વેગ મળશે. વિદેશથી આવનાર ગ્રાહકો માટે ભારતને શોિંપગ ડેસ્ટિનેશન તરીકે વધુ આકર્ષક બનાવી શકાય. હરીશભાઈ સોનીએ વધુમાં આશા વ્યક્ત કરી કે સોનાં-ચાંદી પર લાગતી ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો કાચા માલની િંકમત ઘટશે અને તેનો સીધો ફાયદો ગ્રાહક સુધી પહોંચશે.
સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન અને MSME માટે ટેકનોલોજી અપગે્રડેશનની જરૂર
અમૃતભાઈ ગઢિયા (પ્રેસિડન્ટ,શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસો.)

શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસો.નાં પ્રેસિડન્ટ અમૃતભાઈ ગઢિયાનાં મત મુજબ, કેન્દ્રીય બજેટ 2026થી ઉદ્યોગ જગતને વિશેષ આશાઓ છે, ખાસ કરીને એમએસએમઇ, કર વ્યવસ્થા અને ટેકનોલોજી ક્ષેત્રને લઈને. દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન એમએસએમઇ ક્ષેત્ર માટે નાણાંકીય સહાયના નવા માર્ગો ખુલ્લા થાય તેવી માંગ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહી છે. સરળ અને સસ્તી ફાઈનાન્સ સુવિધાઓ ઉપલબ્ધ થાય તો નાના-મધ્યમ ઉદ્યોગો વધુ ઝડપથી વિકાસ કરી શકે.આ સાથે એમએસએમઇ માટે ટેકનોલોજી અપગે્રડેશન, કુશળ માનવશક્તિની ઉપલબ્ધતા અને માર્કેિંટગ સપોર્ટ વધારવાની જરૂરિયાત પણ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. નવા શ્રમ કોડ પર (લેબર લો) ખાસ ધ્યાન કેન્દ્રિત કરી શ્રમિક કલ્યાણ મજબૂત બનાવવું, સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું અને ભારતના શ્રમ કાયદાઓને વૈશ્વિક ધોરણો સાથે સુસંગત બનાવવાની અપેક્ષા છે.વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફ વોરની પરિસ્થિતિમાં મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવા માટે કાચા માલ પર કસ્ટમ ડ્યુટીનું તર્કસંગતકરણ અને ડ્યુટી સ્લેબ્સને સરળ બનાવવાની જરૂરિયાત ઉદ્યોગ જગત ઉઠાવી રહ્યું છે.
આ પણ વાંચો :રાજકોટનો 23મો કોમ્યુનિટી હોલ શેઠ હાઈસ્કૂલ પાસે બનશે: 80 ફૂટ રોડ ઉપર AC હોલ બનાવવા ટેન્ડર પ્રસિદ્ધ: રૂ.17.20 કરોડ ખર્ચાશે
લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ ફ્રી લિમિટ વધે તો રોકાણ કરવા પ્રોત્સાહન મળશે – નૌતમ બારસિયા (સેક્રેટરી,રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમ બારસિયાએ બજેટ 2026 અંગે પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પરની ટેક્સ ફ્રી લિમિટમાં નોંધપાત્ર વધારો કરવો જોઈએ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ની આવક ને 87-એ હેઠળ રિબેટ માં ગણતરી માં લેવી.સાથે જ એલએલપી અને ભાગીદારી પેઢી પર લાગુ પડતો ઊંચો ઇન્કમ ટેક્સ દર ઘટાડીને તેને કોર્પોરેટ કંપનીઓના ટેક્સ દર સાથે સમાન કરવા માગણી કરી છે. આવા પગલાંથી ઉદ્યોગોને રાહત મળશે અને રોકાણ તથા વિકાસને વેગ મળશે.નૌતમ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ ફ્રી લિમિટ વધારવાથી નાના તથા મધ્યમ રોકાણકારોને લાંબા ગાળાનું રોકાણ કરવા પ્રોત્સાહન મળશે, જેના કારણે કેપિટલ માર્કેટમાં સ્થિરતા આવશે. એલએલપી અને ભાગીદારી પેઢીઓને કોર્પોરેટ સમાન ટેક્સ દર લાગુ કરવાથી ઉદ્યોગોમાં સમાનતા આવશે, ટેક્સ પ્લાનિંગ સરળ બનશે અને બિઝનેસ વિસ્તરણ માટે વધુ મૂડી ઉપલબ્ધ થશે. આ સુધારાઓથી રોજગારી સર્જન, રોકાણમાં વધારો અને અર્થતંત્રને લાંબા ગાળે મજબૂતી મળશે.
સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ નાબૂદ કરો, શેરબજારના રોકાણકારોની માંગ- પરેશ વાઘાણી

હાલમાં શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો પર ટેક્સનું ભારણ સતત વધી રહ્યું છે. એક તરફ બજારમાં ઉતાર-ચઢાવ છે અને બીજી તરફ વિવિધ પ્રકારના ટેક્સને કારણે રોકાણકારો પર વધારાનો બોજો આવી રહ્યો છે. શેરબજારમાં ટ્રાન્જેક્શન કરતી વખતે રોકાણકારોને એક્સચેન્જ ટર્નઓવર ચાર્જ, જી.એસ.ટી., સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ (એસટીટી), સેબી ફી, બ્રોકરેજ, ડી.પી. ચાર્જ તથા સ્ટેમ્પ ડ્યુટી જેવા ખર્ચ ચૂકવવા પડે છે. આ બધા ખર્ચ ચૂકવ્યા બાદ પણ રોકાણકારોને તેમના નફા પર લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તરીકે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. અગાઉ એસટીટીની રકમ ઇન્કમ ટેક્સમાં સેટ ઓફ થતી હતી અથવા મજરે બાદ મળતી હતી, પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. પરિણામે રોકાણકારોને ડબલ ટેક્સેશનનો સામનો કરવો પડી રહ્યો છે. નાના અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે આ સ્થિતિ નિરાશાજનક બની છે.રોકાણકારોની માંગ છે કે એસટીટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અથવા એસટીટીને એડવાન્સ ટેક્સ ગણી ઇન્કમ ટેક્સમાં મજરે આપવામાં આવે. ઉપરાંત લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં ઘટાડો કે ટેક્સમાં રિબેટ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
