બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો
સરકાર બજેટ રજૂ કરે એટલે દરેક સામાન્ય માણસની ચિંતા એ જ હોય કે આ બજેટમાં શું થશે? દર વખતે આપણે એ આશા લગાવીને બેઠા હોઈએ છીએ કે આપણા માટે આ બજેટમાં કશું ખાસ હશે. તેવામાં કેન્દ્ર સરકારે આગામી કેન્દ્રીય બજેટ 2026-27 માટે સામાન્ય માણસ પાસેથી સૂચનો મંગાવ્યા છે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે વિકાસશીલ ભારતની તસવીર ત્યારે જ બદલાશે જ્યારે તેમાં સામાન્ય માણસનો અવાજ જોડાશે. આ માટે નાણાં મંત્રાલયે નાગરિકો પાસે સલાહ માંગી છે.

સરકારે આગામી બજેટ 2026-27 માટે જનતા પાસે સુઝાવ માંગ્યા છે, જો તમે પણ આવતા બજેટમાં કોઈ સૂચન આપવા માંગો છો તો તમે MyGov વેબસાઇટ પર જઈને સીધું નાણાં મંત્રાલય સુધી તમારી વાત પહોંચાડી શકો છો. સરકારે MyGov પ્લેટફોર્મના મધ્યમથી દેશના દરેક નાગરિકને અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને તેમના વિચારો અને સૂચનો આપે. ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજમાં કહેવાં આવ્યું છે કે આ બજેટ જનતાના સૂચન આધારિત હશે. સરકાર એ જાણવા માંગે છે કે આવતા નાણાકીય વર્ષમાં કઈ વાત પર ફોકસ કરવું જોઈએ.
આ પણ વાંચો :રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટમાં 4000 જેટલાં MSME ભાગ લેશે: સ્ટાર્ટઅપને ટેકો આપવા સરકાર 30 લાખનું ફંડિંગ
ચાહે તમે ગૃહિણી હોવ કે નોકરિયાત કે સ્ટુડન્ટ તમે MyGovની વેબસાઇટ પર જઈને તમારી સલાહ સરકાર સુધી પહોંચાડી શકો છો. તમે મોબાઈલથી પણ આ વેબસાઇટ ખોલી શકો છો. MyGov વેબસાઇટ પર જશો એટલે ત્યાં હોમપેજ પર તમને યુનિયન બજેટ 2026-27 નું બેનર કે લિન્ક જોવા મળશે. તેં અપર ક્લિક કરીને તમે મોબાઈલ નંબર દ્વારા ફરી લૉગ ઇન કરી શકો છો. ત્યારબાદ સામે એક કમેન્ટ બોકસ ખુલશે જેમાં તમે એજ્યુકેશન, ટેકસ, રોજગાર કે મોંઘવારી જેવા મુદ્દે તમારા સૂચનો લખી શકો છો. તમે ઈચ્છો તો MyGov એપ ડાઉનલોડ કરીને પણ સીધી તમારી વાત નાણાં મંત્રાલય સુધી પહોંચાડી
શકો છો.
