મહારાષ્ટ્રમાં કોંગ્રેસને શું લાગ્યો ફરી ઝટકો ? શું થયું ? વાંચો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ નબળા પરિણામોના કારણે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સોમવારે રાજીનામું આપી દીધું હતું. નાના પટોલેએ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી છે અને પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે
. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે નાના પટોલેનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આવનારા કેટલાક દિવસોમાં વિખવાદ વધુ તીવ્ર બની શકે છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડ઼ગે સહિત ઘણાં નેતાઓએ આ પરિણામોની વિગતવાર સમીક્ષા કરવાની વાત કરી છે.
કોંગ્રેસ નેતા નાના પટોલે પોતે આ ચૂંટણી માંડ 208 મતોથી જીતી શક્યા હતા. આ ઉપરાંત બે અન્ય વરિષ્ઠ નેતાઓ પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટને પણ હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી શકી હતી. કોંગ્રેસ એક સમયે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તેની સ્થિતિ ઘટી રહી છે. તેમ છતાં આ વખતે માત્ર 16 બેઠકો પર અટવાયેલો ચોંકાવનારો છે.