આપના સીસોદિયાને શું મળી રાહત ?
- કોર્ટે શેની મંજૂરી આપી ?
એક્સાઈઝ નીતિ કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી હતી. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમની બીમાર પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી હતી. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે, કસ્ટડી પેરોલમાં તેઓ તેમની પત્ની સાથે મુલાકાત કરી શકશે. મુલાકાત દરમિયાન ડોક્ટર પણ હાજર રહેશે. આ વ્યવસ્થા આગામી આદેશ સુધી જારી રહેશે.
એક્સાઈઝ નીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ગત વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ તિહાર જેલમાં બંધ છે. સિસોદિયાના પત્ની લાંબા સમયથી બીમાર છે. આ પહેલા પણ કેટલીક વખત કોર્ટે તેમને પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી હતી.કોર્ટે તેમની નિયમિત જામીન પર સુનાવણી 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગ્યે નક્કી કરી છે. આ અગાઉ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 22 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી હતી.