આપના સાંસદને શું મળી રાહત ? જુઓ
કેટલા સમય બાદ જેલમુક્ત થશે ?
દીલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલભેગા થયા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 6 માસના જેલવાસ બાદ મંગળવારે સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી હતી અને જામીન મળી ગયા હતા . દારૂનીતિ કાંડમાં સંડોવાયેલા સિંહને મની લોન્ડરિંગ કેસમાં જેલ થઈ હતી. જો કે સુપ્રીમ કોર્ટે જામીન આપવા સાથે એવી શરત કરી હતી કે દારૂનીતિ કાંડ કે નાણાકીય હેરાફેરીના કેસ અંગે સંજય સિંહ કોઈ નિવેદન આપી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા હતા. ઈડીએ જામીનનો વિરોધ કર્યો નહતો અને એમ કહ્યું હતું કે અમને જામીન સામે કોઈ વાંધો નથી. સંજય સિંહ દિલ્હી લિકર પોલિસીથી સંબંધિત કૌભાંડ કેસમાં 6 મહિનાથી જેલમાં હતા. હવે તેઓ જેલથી બહાર આવશે. તેઓની બુધવારે સવારે જેલમુક્તિ થઈ શકે છે.કોર્ટેની મંજૂરી સાથે તેઓ રાજકીય ગતિવિધિઓમાં હવે ભાગ લઈ શકશે. સંજયસિંહના માતાએ કહ્યું કે, મારો દીકરો નિર્દોષ ઘરે આવશે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે ઈડીને પૂછ્યું હતું કે, સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે? કોર્ટને સંજય સિંહના વકીલે જણાવ્યું હતું કે મની લોન્ડ્રિંગની પુષ્ટિ નથી થઈ અને મની ટ્રેલની પણ હજુ ખબર નથી પડી. તેમ છતા સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.
સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારનારી સંજય સિંહની અરજી પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે આપ સાંસદના વકીલની દલીલ પર માન્યું કે સંજય સિંહ પાસેથી કોઈ નાણાં મળી આવ્યા નથી