યુપીના ગેંગસ્ટર અફઝલ અન્સારીને સુપ્રીમ કોર્ટથી શું મળી રાહત ? વાંચો
- કોની હત્યા બારામાં સજા મળી હતી ?
- કેટલી જેલસજા થઈ હતી ?
ગેંગસ્ટર મામલે 4 વર્ષની જેલની સજા પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના લોકસભા સાંસદ અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કોર્ટે તેની સજા પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તેનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે. જોકે, તેને ગૃહમાં મતદાન કરવાનો અધિકાર
નહીં મળે. ભાજપના ધારાસભ્ય રાયની હત્યા મામલે તે દોષિત ઠર્યો હતો.
અફઝલ અંસારીને 29 એપ્રિલે દોષી ઠેરવ્યા બાદ સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા અને 1 મેના રોજ તેણે પોતાનું સભ્યપદ ગુમાવી હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અફઝલ અંસારીની અપીલનો 30 જૂન 2024 સુધીમાં નિકાલ કરવા જણાવ્યું હતું. સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા બાદ અફઝલ અંસારી માટે આગામી વર્ષે 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તેઓ 5 વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ રહી ચૂક્યા છે.
આ મામલે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈઆએ અફઝલ અંસારીની સજા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો જ્યારે જસ્ટિસ દીપાંકર દત્તા તેમના પક્ષમાં નહોતા. આમ જજોની 2-1 બહુમતીથી અફઝલ અંસારીને રાહત મળી છે. જો કે કોર્ટે તેમની સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે અને તેઓ લોકસભામાં મતદાન કરી નહીં શકશે પરંતુ તેઓ ગૃહની કાર્યવાહીમાં ચોક્કસ ભાગ લઈ શકશે.