કેનેડાના વડાપ્રધાને શું ઉશ્કેરણી કરી ? વાંચો
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજજરની હત્યાનો આરોપ ભારત પર મૂકીને બંને દેશોના સંબંધો બગાડનાર કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ફરીવાર ભારતવિરોધી ઝેર ઓકયું હતું અને ખુલ્લેઆમ એમ કહ્યું હતું કે અમે ખાલિસ્તાનની સાથે છીએ. આમ કહીને ફરીવાર ભારતની ઉશ્કેરણી કરવામાં આવી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે ભારત અને કેનેડા દુનિયાના બે મોટા લોકતંત્ર છે અને બંનેએ સાથે જ ચાલવું જોઈએ. એક પંજાબી ચેનલ સાથેની વાતચીતમાં ટુડોએ એમ કહ્યું હતું કે બંને દેશના સંબંધ સારા હોવા જોઈએ. પરંતુ નિજજરની હત્યાએ એક સમસ્યા પેદા કરી દીધી છે.
કેટલાક દિવસ પહેલા ટુડોએ ખાલસા ડે કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને તેમાં હજારો ખાલિસ્તાની ટેકેદારો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ટુડોએ એમ કહ્યું હતું કે અમે ખાલિસ્તાન સાથે છીએ પણ આપણે શાંતિપૂર્ણ આંદોલન કરવાનું છે. કોઈ હિંસા કરવાની નથી.
આ કાર્યક્રમમાં ટુડો જ્યારે મંચ પર પહોંચ્યા હતા ત્યારે ખાલિસ્તાનના ટેકેદારોએ ભારતવિરોધી નારાબાજી કરી હતી. ભારતે અ ઘટનાની ગંભીર નોંધ પણ લીધી હતી. જો કે હવે કેનેડા ખાલિસ્તાન માટે ખુલ્લેઆમ વકીલાત કરે છે.