તેલંગણામાં રાહુલ ગાંધીએ મહિલાઓને કેવા વચન આપ્યા, વાંચો
તેલંગાણા વિધાનસભા ચૂંટણીનો મોરચો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંભાળી લીધો છે. રાજ્યમાં રેલીને સંબોધતા તેમણે મહિલાઓ માટે 4000 રૂપિયાના માસિક પેકેજની જાહેરાત કરી દીધી હતી. તેમણે વાયદો કર્યો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને તેમના પરિવાર દ્વારા ચોરાયેલા દરેક પૈસાની વાપસી સુનિશ્ચિત કરશે.
કોંગ્રેસ નેતાએ એ વાત પર ભાર મૂક્યો કે કેસીઆર પરિવારે એક લાખ કરોડ રૂપિયાની વધુની લૂંટ ચલાવી છે. તેમણે કેસીઆર પરિવાર પર કાલેશ્વરમ પ્રોજેક્ટથી પૈસા બનાવવાનો આરોપ મૂક્યો હતો. આ પ્રોજેક્ટ કેસીઆર માટે એટીએમ જેવી છે.
રાહુલે કહ્યું કે આ મશીનને ચલાવવા માટે તેલંગાણાના દરેક પરિવારે 2040 સુધી વાર્ષિક 31500 રૂપિયા ચૂકવવા પડશે. તેલંગાણાના લોકોને આશ્વાસન આપતાં રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે કોંગ્રેસ કેસીઆરની સરકાર દ્વારા ચોરાયેલા તમામ પૈસાનો હિસાબ લેશે અને સામાન્ય લોકોના બેન્ક ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરાશે.