વડાપ્રધાને દેશને શું આપી નવી ભેટ ? વાંચો
કઈ સેવાનું કર્યું લોકાર્પણ ?
દેશમાં નવા નવા પ્રોજેકટો સાથે શાનમાં વધારો થઈ રહ્યો છે અને હવે વડાપ્રધાને વધુ એક ગૌરવસમી સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. આ તકે બધાએ વંદે માતરમના નારા લગાવ્યા હતા. હવે વિશ્વ આખામાં અ મેટ્રોની ચર્ચા થશે. વિદેશી પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં આવશે.
દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી ગઈ છે ત્યારે બધાએ ખુશાલી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મેટ્રોનું ઉદ્ઘાટન તેમજ અનેક અન્ય પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને વડાપ્રધાન મોદીએ બંગાળને 15400 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.
કોલકાતાની અંડરવોટર મેટ્રોની ટનલ હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન ઉપરાંત કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરવામાં આવી હતી. મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રાએ જણાવ્યું હતું કે હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના બે સદીઓ જૂના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ હુગલી નદીની નીચેથી આ બંને શહેરોને જોડશે.