યુપીના મંત્રી રાજભરે કયો નવો દાવો હનુમાન વિષે કર્યો ? જુઓ
ઉત્તરપ્રદેશના પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાના નિવેદનમાં એમ કહ્યું કે ભગવાન હનુમાનનો જન્મ રાજભર જાતિમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશ રાજભર ભાજપ સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ છે.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર બી.આર.આંબેડકર મુદ્દે સત્તાપક્ષને ઘેરવા બદલ એમણે વળતા પ્રહાર કર્યા હતા. એક સભાને સંબોધતા ઓ.પી.રાજભરે કહ્યું કે હનુમાનજીનો જન્મ રાજભર જાતિમાં થયો હતો. જ્યારે (રાક્ષસ) અહિરાવણ રામજી અને લક્ષ્મણજીને પાતાલ પુરી લઈ ગયો તો કોઈનામાં તેમને પાછા લાવવાની હિંમત નહોતી. ફક્ત રાજભર જાતિમાં જન્મેલા હનુમાનજીમાં એવું કરવાનું સાહસ હતું.
કયો દાખલો આપ્યો ?
તેમણે કહ્યું કે હનુમાનજી જ રામ અને લક્ષ્મણને પાતાલ પુરીથી પાછા લાવ્યા હતા. ગામમાં વૃદ્ધો આજે પણ નાના બાળકો ઝઘડે તો કહે છે કે ‘ભર બાનર હૈ, હનુમાન જી કા રહલન બાનર…’ તેમણે બલિયાના ચિબડાગામ ક્ષેત્રમાં વાસુદેવ ગામના મુખ્ય ગેટ પર મહારાજા સુહેલદેવની પ્રતિમાના નિર્માણ માટે ભૂમિ પૂજના બાદ આ ટિપ્પણી કરી હતી.
આ મુદા પર હવે નવી દલીલબાજી શરૂ થવાની સંભાવના દેખાય છે. જો કે રાજભર પાસે તેના નક્કર પુરાવા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે . એમણે સભામાં વિશ્વાસ સાથે આ દાવો કર્યો હતો.