ઇડીએ આપ પર શું લગાવ્યો નવો આરોપ ? જુઓ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ને 2014 અને 2022 વચ્ચે વિદેશી ભંડોળમાંથી રૂ. 7.08 કરોડ મળ્યા છે. તપાસ એજન્સીએ કહ્યું કે પાર્ટીએ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ , રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ અને આઇપીસીનું ઉલ્લંઘન કર્યું છે. આપને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઓમાન સહિત અન્ય ઘણા દેશોમાંથી દાન મળ્યું છે.
ઇડીને તપાસમાં ઘણી ગેરરીતિઓ મળી છે. ઇડીએ જણાવ્યું હતું કે આપ અને તેના કેટલાક નેતાઓ દ્વારા 2016માં કેટલાક આપ નેતાઓએ વ્યક્તિગત લાભ માટે ફંડ એકત્ર કરવાની ઘટનાઓ ચલાવી હતી અને એકત્ર કરાયેલા નાણાંનો ગેરઉપયોગ પણ કર્યો હતો. આપ નેતા દુર્ગેશ પાઠક પર પણ નાણાંની ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટીના ઘણા સ્વયંસેવકો પાસેથી મળેલા ઈ-મેલમાંથી મળેલા પુરાવાના આધારે આરોપની પુષ્ટિ કરી છે.
જૂના સાથીદારોના ઈ-મેઈલમાંથી પુરાવા મળ્યા
ઇડીએ એવી ચોખવટ પણ કરી છે કે આ બધી માહિતી આપના જૂન સાથીદારો પાસેથી મળી છે. આપના ઓવરસીઝ ઇન્ડિયાના જૂના નેતાઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ બધાએ ઇ મેઇલ કર્યા હતા.
આપની પ્રતિક્રિયા
ઇડીના આરોપ પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી હતી. ભાજપ પર પ્રહાર કરતા પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે દારૂ કૌભાંડ અને સ્વાતિ માલીવાલ કેસમાં નિષ્ફળ ગયા બાદ ભાજપ હવે આ નવો મામલો લાવ્યો છે. તેમણે કહ્યું કે આરોપોનો સિલસિલો ચાલુ રહેશે કારણ કે ભાજપ દિલ્હી અને પંજાબમાં તમામ 20 બેઠકો ગુમાવી રહી છે