શેખ હસીના સામે બાંગ્લાદેશની સરકારે શું નવા આરોપ મૂક્યા ? વાંચો
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તે બાંગ્લાદેશમાં ઘણાં લોકોને ગાયબ કરવામાં સામેલ છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ કહ્યું કે, તેને પુરાવા મળ્યા છે કે, બાંગ્લાદેશમાં લોકોને ગાયબ કરવાની પાછળ પદભ્રષ્ટ વડાંપ્રધાન શેખ હસીના અને તેના શાસનના ટોચના સૈન્ય અને પલોસ અધિકારીઓ સામેલ છે. આ પ્રકારના નવા રોપ મૂકીને યુનુસ સરકાર નાટક કરી રહી છે.
3500થી વધારે લોકો ગાયબ
બાંગ્લાદેશમાં જબરદસ્તી ગાયબ કરવાની ઘટનાની તપાસ કરનાર પાંચ સભ્યોના આયોગે કાર્યકારી વડાપ્રધાન મહોમ્મદ યુનુસના મુખ્ય સલાહકારને ‘સત્યનો ખુલાસો’ શીર્ષકથી એક અહેવાલ સોંપ્યો છે. આયોગે અનુમાન લગાવ્યું કે, દેશભરમાં 3500 થી વધારે લોકોને ગાયબ કરવાની ઘટનાઓ બની છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું કે, શેખ હસીનાના રક્ષા સલાહકાર મેજર જનરલ (સેવાનિવૃત્ત) તારિક અહેમદ સિદ્દિકી, રાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન સર્વેલન્સના પૂર્વ ડિરેક્ટર જનરલ અને નિષ્કાષિત જનરલ ઝિયાઉલ અહસાનંદ, વરિષ્ઠ પોલીસ અધિકારી મોનિરૂલ ઇસ્લામ અને મહોમ્મદ હારૂન-ઓર-રશીદ અને ઘણાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. વળી, પૂર્વ સૈન્ય અને પોલીસ અધિકારી પણ ફરાર છે, માનવામાં આવી રહ્યું છે કે, તે હસીનાની આવામી લીગ સરકારના તૂટ્યા બાદ વિદેશ ભાગી ગયાં છે.