રિટેલ મોંઘવારી ઘટાડવા સરકાર શું પગલાં લેશે ? જુઓ
કેન્દ્ર સરકાર રિટેલ મોંઘવારી ઘટાડવા માટે અને આંકડાને નિયંત્રિત કરવા માટે ગ્રાહક મૂલ્ય સૂચકાંક એટલે કે સીપીઆઇમાં મોટા પાયે ફેરબદલ કરી શકે છે. સરકારના સૂત્રોએ એવી માહિતી આપી છે કે આ માટે સરકાર સૂચકાંકમાંથી ખાધ્ય સામગ્રીઓનો ભાર ઘટાડી શકે છે એટલે કે સંખ્યા ઓછી કરી શકે છે.
સરકારે આ માટે એક સમિતિની રચના કરી છે અને તે આ મુદ્દા પર વિચાર કરી રહી છે. જાણકારોનો એવો મત છે કે જો સરકાર આવો ફેરફાર કરે તો તેનાથી ફાયદો એ થશે કે રિટેલ મોંઘવારી વધવાની રફતાર ઘટી જશે. અત્યારે આ સૂચકાંકમાં રિટેલ ચીજોની સંખ્યા વધુ છે.
હાલમાં અનાજ સહિતની ચીજોની મોંઘવારીને લીધે રિટેલ મોંઘવારી પણ વધી છે. અત્યારે સૂચકાંકમાં ખાધ્ય ચીજોની સામગ્રીનું કેલક્યુલેશન વધારે છે માટે તેની કિમતો વધવાની સીધી જ અસર રિટેલ ચીજો પર થાય છે અને તેના ભાવ વધે છે. પરિણામે લોકોમાં અસંતોષ ફેલાય છે.
જૂન માસમાં રિટેલ મોંઘવારી વધુ રહી હતી અને બધી ચીજોના ભાવમાં એકંદરે 9 ટકા જેટલો વધારો થયો હતો માટે દેશમાં સામાન્ય વર્ગમાં ભારે મુશ્કેલીની ફરિયાદો ઊભી થઈ હતી.