બજેટમાં વિમાન ભાડા માટે કેવા પગલાં ? વાંચો
બજેટમાં ઘણી રાહતરૂપ જાહેરાતો કરવામાં આવી છે અને તેમાં હવાઈ ભાડું પણ આવરી લેવામાં આવ્યું હતું. સરકારના સંપૂર્ણ બજેટ પહેલા જ હવાઈ યાત્રિકોને ખુશ કરી દેવામાં આવ્યા છે. નિર્મલાએ એવી જાહેરાત કરી હતી કે વિમાન ઈંધણના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે.
આ પગલાંથી હવાઈ ભાડું હવે આગામી દિવસોમાં સસ્તું થઈ શકે છે. હવાઈ મુસાફરી સસ્તી થતાં જ સરકારને અને વિમાન કંપનીઓને પણ ફાયદો થશે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે દેશના આમ આદમી માટે હવાઈ ટિકિટ સસ્તી થઈ શકે છે. વધુ આમ લોકો વિમાનમાં મુસાફરી કરી શકશે.
થોડા દિવસો પહેલા પણ સરકારે એવી જાહેરાત કરી હતી કે હવાઈ ભાડું ઘટાડવા માટે સરકાર વિચાર કરી રહી છે. ઈંધણના ભાવ માટે સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ બજેટમાં તેની જાહેરાત થઈ હતી.