૨૦૨૫ મા દેશમાં કયા મોટા કામ આકાર લેશે ? વાંચો
દેશમાં લોકસભા ચૂંટણી અને આઠ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પરિણામોના ઇતિહાસ સાથે વર્ષ 2024ની વિદાય થઈ છે. હવે ૨૦૨૫ મા બે મોટા રાજ્યો દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચુંટણી થશે. સાથે બીજા ૬ રાજ્યોમાં પેટાચુંટણી પણ થશે. આ ઉપરાંત બીજા કયા મોટા કામ આકાર લેશે તેના પર નજર કરીએ.
૬ રાજ્યોમાં પેટા ચુંટણી
દેશના ૬ રાજ્યોમાં વિધાનસભા બેઠકો માટે પેટા ચુંટણી થશે. બંગાળ, યુપી, જમ્મુ-કાશ્મીર, તામિલનાડુ, કેરળ અને ગુજરાતનો સમાવેશ થાય છે. વિસાવદર વિધાનસભા સીટ માટે પેટાચુંટણી થવાની છે. યુપીમાં અયોધ્યાની મિલકીપૂર બેઠક માટે ચુંટણી થવાની છે.
સંઘ પરિવારના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે
આરએસએસની સ્થાપનાના ૧૦૦ વર્ષ પણ પૂર્ણ થવાના છે. વિજયદશમીના દિવસે સંઘ દ્વારા સ્થાપન દિવસ મનાવાય છે. અત્યારે તે ૮૦ થી પણ વધુ દેશોમાં સક્રિય છે. સંઘ દુનિયાનું સૌથી મોટું બિનસરકારી સંગઠન ગણાય છે. ૧૯૨૫ માં તેની સ્થાપના થઈ હતી.
મહાકુંભનું આયોજન થશે
યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ-૨૦૨૫ નું આયોજન થઈ રહ્યું છે. ૧૩ મી જાન્યુઆરીથી તેનો પ્રારંભ થવાનો છે જે ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. હિન્દુ ધર્મમાં કુંભના સ્નાનનું વિશેષ મહત્વ રહ્યું છે. આ મેળો દર ૧૨ વર્ષે એક વાર યોજાય છે. તેમાં શાહી સ્નાન સૌથી વિશેષ છે.
જન ગણના પણ થવાની છે
દેશમાં જન ગણના ૨૦૨૫ મા જ શરૂ થશે છે. ૨૦૨૬ સુધી ચાલવાની છે. ત્યારબાદ લોકસભા બેઠકોનું પરિસીમન થવાનું છે. આ કામ ૨૦૨૮ સુધી પૂરું થઈ જશે. આ પહેલા કોરોના મહામારીને લીધે જન ગણના મુલતવી રાખી દેવાઈ હતી.
ભાજપને નવા પ્રમુખ મળશે
ભાજપ દ્વારા ૨૦૨૫ મા જ નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે ચુંટણી કરાવાશે. અત્યારે ભાજપમાં સંગઠન ચુંટણી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ફેબ્રુઆરી માસ સુધી નવા પ્રમુખ ચુંટાઈ જશે. નડાએ પોતાનો ૩ વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે.