આવકવેરા તમારી સામે કેવું ચક્રવ્યુહ ગોઠવી દેશે ? શું થવાનું છે ? વાંચો
બજેટ 2025 માં કેન્દ્ર સરકારે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. પરંતુ તે સાથે જ એક સાવધાનીના સમાચાર એ છે કે આગામી 1 એપ્રિલ 2026થી આવકવેરા વિભાગને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, પર્સનલ ઇમેઇલ, બેંક એકાઉન્ટ્સ, ઓનલાઈન એકાઉન્ટ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને રોકાણ સંબંધિત તમામ માહિતી જોવા અને ઍક્સેસ કરવાનો કાનૂની અધિકાર હશે. તમે ક્યાંયથી છટકી નહીં શકો તેવું ચક્ર સરકાર તમારી સામે ગોઠવી રહી છે. હવે ઓનલાઈન ચેકિંગ પણ થવાનું છે. વડાપ્રધાને વારંવાર કહ્યું છે કે કોઈ ચોર કે દેશને લૂટનાર બચશે નહીં, આ મોદીની ગેરંટી છે.
જોકે ઈમાનદાર કરદાતાઓ માટે કોઈ ચિંતાના સમાચાર નથી. તેમણે આમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહિ. નવા આવકવેરા કાયદામાં અધિકારીઓને આ અધિકાર મળશે. આમ હવે કોઈ પણ રીતે ટેક્સ ચોરી શકાશે જ નહીં. કોઈ ટેક્સ છુપાવી શકાશે નહિ.
હાલના આઇટી એક્ટ 1961 ની કલમ 132 હેઠળ અધિકારીઓને શોધખોળ કરવાની અને મિલકત અને ખાતા જપ્ત કરવાની મંજૂરી મળેલ છે. જો તેમની પાસે એવી માહિતી અને કારણ હોય કે કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ આવક, મિલકત અથવા દસ્તાવેજો છે જે તેણે આવકવેરાથી બચવા માટે જાણી જોઈને જાહેર કર્યા નથી. તો તેની સંપૂર્ણ માહિતી તે મેળવીને તેં કાર્યવાહી કરી શકશે.
વર્તમાન કાયદા હેઠળ તેમની પાસે એક રીત એ છે કે જો તેમની પાસે કોઈ ચાવી ના હોય અને તેમને શંકા હોય કે ત્યાં કોઈ અઘોષિત સંપત્તિ કે ડોક્યુમેન્ટ કોઈ લૉકર કે બોક્સ કે કોઈ ખાતું તેમનાથી સંતાડવામાં આવી રહ્યું છે તો તેઓ આ તાળું તોડી શકે છે.
નવા આવકવેરા બિલ હેઠળ આ પાવર તમારા કમ્પ્યુટર સિસ્ટમ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ સુધી પણ વિસ્તૃત કરવામાં આવી છે. માટે હવે તેઓ ઓનલાઈન ચેકિંગ પણ કરી શકશે.