જીએસટી કાઉન્સિલની બેઠકમાં કઈ ચીજોમાં રાહત મળી શકે ? જુઓ
જીએસટી કાઉન્સિલની ૨૧મીએ મળનારી બેઠકમાં કેટલાક મહત્વા નિર્ણય થવાના છે. ઇવી કાર મોંઘી થઈ શકે છે તેવા અહેવાલો બાદ હવે કેટલીક ચીજો અને સેવામાં રાહત આપવાની પણ તૈયારી થઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ એગ્રીગેટર કંપનીઓને જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં રાહત મળે તેવી સંભાવના છે.
હાલમાં ફૂડ ડિલિવરી સર્વિસ પર 18% જીએસટી ચૂકવવો પડે છે, જે ઘટાડીને 5% કરી શકાય છે. જો કે, જો આવો નિર્ણય લેવામાં આવશે તો ફૂડ એગ્રીગેટર કંપનીઓને 5% જીએસટી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે. શક્ય છે કે જીએસટી ઘટાડાનો આ નિર્ણય 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવે.
જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં ઓટોમોબાઈલ કંપનીઓને એસયુવી પર સેસમાંથી રાહત આપવામાં આવી શકે છે. આ બેઠકમાં 22% સેસ લાગુ કરવાની તારીખ 26 જુલાઈ 2023 નક્કી કરવામાં આવી શકે છે.
મોંઘી હોટલની અંદર રેસ્ટોરાંમાં ખાવાનું પણ સસ્તું થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રૂપિયા ૭૫ હજારથી વધુ રૂમ ભાડું ધરાવતી હોટલ માટે 18% જીએસટીમાંથી રાહત શક્ય છે. આના પર 18% ને બદલે 5% જીએસટી લાદવામાં આવી શકે છે. પરંતુ, 5% જીએસટી લાદવાના કિસ્સામાં, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે નહીં.
આમ આગામી કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાહતરૂપ પગલાં પણ લેવાઈ શકે છે અને તેની જાહેરાત થવાની સંભાવના દેખાય છે. લોકોને રાહત આપવાનો પણ કાઉન્સિલનો હેતુ છે અને બિઝનેસમેનો જે નાના પાયે ધંધો કરે છે એમને પણ રાહત મળી શકે છે.