અરર .. આ શું, ઈડી આવું પણ કરે ? શું બની ઘટના…… વાંચો
અત્યારે ઇડીનું નામ પડતાં જ વિપક્ષ અને સરકાર વચ્ચેની તકરારનો મુદ્દો ચર્ચાતો રહે છે અને વિપક્ષ ઇડીનું નામ સાંભળતા જ ભડકે છે પણ રાજસ્થાનમાં ખુદ ઇડીના અધિકારી લાંચની જાળમાં સપડાઈ ગયા હતા. એસીબીએ ઇડીના અધિકારી નવલકિશોર મીના અને એમના સહયોગી બાબુલાલ મિનાની રૂપિયા 15 લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરી હતી. આ બંને રંગેહાથ પકડાયા હતા. ઊપરાંત એસીબી દ્વારા અધિકારીના અનેક ઠેકાણા પર તપાસ કરવામાં આવી હતી.
આ બંને પર એક કેસની પતાવટ અને ધરપકડ ન કરવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. અધિકારીએ તેના વચેટિયાના માધ્યમથી લાંચ માગી હોવાની માહિતી રાજસ્થાન એસીબી દ્વારા આપવામાં આવી હતી.
આ મામલે એસીબીએ જણાવ્યું કે, એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.
એસીબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, જયપુર-3 યુનિટને એક ફરિયાદ મળી હતી કે ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસે 17 લાખની લાંચની રકમ નવલ કિશોર મીણા દ્વારા માંગવામાં આવી હતી. ત્યારબાદ 15 લાખની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.