લોસ એન્જલ્સની આગથી શું છે હાલત ? શું થઈ આગાહી ? કેટલાના મોત થયા ? વાંચો
લોસ એન્જલ્સના જંગલમાં ગત સપ્તાહે લાગેલી આગ સતત ભયાવહ બની રહી છે. તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે, જ્યારે 12000થી વધુ ઈમારતો બળીને ખાખ થઈ છે. હજુ પણ અનેક ઇમારતો પર ભારે જોખમ છે. આગ કોઈ રીતે કાબુમાં આવતી જ નથી. વીજળી પણ કેટલાક વિસ્તારોમાં બંધ છે માટે ભારે ખોફનાક હાલત થઈ રહી છે.

તદુપરાંત 120 કિમીની ગતિએ પવન ફૂંકાવાની આગાહીના કારણે આગનો ફેલાવો વધવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. સ્થિતિ હજુ પણ ભયાનક બનેલી છ એટેમ વિદેશી મીડિયાના અહેવાલોમાં પણ જણાવાયું હતું. અન્ય દેશો પણ આગ બુઝાવવા માટે મદદ કરી રહ્યા છે .
100000 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
લોસ એન્જલ્સના ચાર વિસ્તારોમાં આગ ફેલાઈ છે. જેમાં પેસિફિક પેલિસેડ્સ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અહીં 1000 એકર સુધીનો વિસ્તાર આગની ઝપેટમાં છે. સેકડોં ઘરને નુકસાન થયું છે. ઈટન અને અન્ય વિસ્તાર પણ જંગલના દાવાનળનો ભોગ બન્યા છે. અહીં રહેતાં 1 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ક્યાંક થોડીક જ આગ કાબુમાં આવી
કેલિફોર્નિયાની ફાયર ઓફિસર ટોડ હોપકિંસ અનુસાર, પેલિસેડ્સની આગ 2200 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. જેમાં 426 ઘર અને 5000થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થયા છે.પેલિસેડ્સમાં 11 ટકા વિસ્તારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પરંતુ પહાડી વિસ્તાર અને અનિયમિત હવાઓના કારણે ફાયરફાટર્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હજી 13 લોકો ગુમ છે. ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હજુ પણ સ્થિતિ ભયાનક દેખાઈ રહી છે. હજુ પણ મૃત્યુ આંક વધે તેવી સંભાવના છે.
1.53 લાખ લોકોને ઘર છોડવા આદેશ
જંગલની આગ મેંડેવિલે કેનિયન સુધી પહોંચી છે. સેન ફર્નાડો વેલી અને બ્રેટવુડ ટાઉનમાં પણ આગનું જોખમ વધ્યું છે. લોસ એન્જલ્સમાં 1.53 લાખથી વધુ રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા અને સુરક્ષિત સ્થળે પહોંચવા આદેશ આપયો હતો. આશરે 57 હજાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોખમ તોળાઈ રહ્યું છે. 166000 લોકોને વિસ્તાર ખાલી કરવા માટે એલર્ટ રહેવા પણ નિર્દેશ આપ્યો છે. 7 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલા દાવાનળ હજી સુધી બુઝાયો નથી. આશરે 39000 એકર વિસ્તાર આગની ઝપેટમાં છે. આશરે 135થી 150 અબજ ડોલરનું નુકસાન થયું છે.
