દેશની જૂની કાર માર્કેટ વિષે શું થઈ આગાહી ? જુઓ
કેટલા ટકા વધી શકે છે ?
ભારતના દરેક ક્ષેત્રમાં આમ તો ઝડપી પ્રગતિ થઈ રહી છે અને દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે હવે દેશની જૂની કાર માર્કેટમાં પણ વિકાસનો પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તે વધુ પ્રગતિ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. જૂની કાર બજારથી ઘણા લોકો પ્રભાવિત છે.
કાર્સ-24 ના સંસ્થાપક અને સીઈઓ વિક્રમ ચોપડાએ એવી આગાહી કરી છે કે આવનારા 10 વર્ષમાં જૂની કાર માર્કેટ 100 અબજ ડોલરની થઈ જશે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટના દિવસો ખૂબ જ લાભદાયી બનવાના છે. કારની માર્કેટ અત્યારે દેશમાં ખૂબ જ વધી ગઈ છે.
એમણે પોતાના અહેવાલમાં એવી માહિતી આપી હતી કે કારની વાત આવે ત્યારે બદલાવ આવી જ જાય છે. દેશમાં ગ્રાહકો સતત પોતાના વાહનો બદલી રહ્યા છે અને તેની સાથે જૂની કાર માર્કેટ વધુ આગળ વધી રહી છે. ચોપડાએ એમ પણ કહ્યું છે કે દેશની જૂની કાર માર્કેટ વાર્ષિક 15 ટકા વધી શકે છે.
જૂની કારની માર્કેટ વડશે તેની પાછળનું કારણ એ છે કે મધ્યમ વર્ગ વધી રહ્યો છે અને શહેરી કરણ પણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે લોકો સેકન્ડ હેન્ડ કાર તરફ વળ્યા છે અને જે લોકોની આવક મર્યાદિત છે એવા પરિવારો પણ જૂની કાર ખરીદી રહ્યા છે અને આતરેન્ડ આગળના દિવસોમાં વધવાનો છે.