ભાજપના પ્રમુખ નડ્ડાનો શું છે પ્લાન ? વાંચો
દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024 માટે ચૂંટણીમાં બેઠકો જીતવાનો ટાર્ગેટ વધારી દીધો છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ભાજપ આ વખતે 370 બેઠકો અને NDA 400થી વધુ બેઠકો જીતશે, ત્યારે આ ટાર્ગેટને પાર પાડવા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ખાસ પ્લાન તૈયાર કરી દીધો છે. પ્લાન મુજબ ભાજપ કેટલીક બેઠકો પર ગત ચૂંટણી કરતાં વધુ ફોકસ કરવાની છે.
ભાજપનો ટાર્ગેટ 370થી વધુ બેઠકો જીતવાનો છે, જોકે ભાજપ ગત લોકસભા ચૂંટણીમાં જે 161 બેઠકો પર હારી હતી, તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભાજપે 2019માં 303 બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ આ વખતે 370નો ટાર્ગેટ નિર્ધારીત કર્યો હોવાથી હજુ વધુ 67 બેઠકો જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપ જે બેઠકો પર હારી હતી, તે મતવિસ્તારોમાં મંત્રીઓનો કાર્યક્રમ ગોઠવાશે, જેના કારણે પક્ષ વધુ મજબૂત બનશે. આ માટે તેમણે કાર્યકર્તાઓ માટે આગામી 100 દિવસનો આઉટરીચ પ્લાન પણ તૈયાર કર્યો છે.
જે.પી.નડ્ડાએ બૂથ સ્તરના કાર્યકર્તાઓને ગરીબો, યુવાઓ, ખેડતો અને મહિલાઓને આવરી લેતો ખાસ સંદેશ પ્રસારિત કરવાનો કહ્યો છે. તેમણે કહ્યું કે, આ વખતે મોદી સરકાર હેડ્રીક કરશે. ભાજપે પીએમ મોદીના ચહેરા ઉપરાંત તેમની ગેરંટીની અસરને કારણે 2019થી લઈને અત્યાર સુધીમાં 26 ચૂંટણીમાંથી 16 પર જીત નોંધાવી છે. પીએમ મોદીએ પ્રજા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
