વડાપ્રધાને કર્યો નવો રેકોર્ડ શું છે ? દુનિયાના પ્રથમ આવા નેતા બન્યા જુઓ
સતત ત્રીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા તરીકે ઉભરી આવ્યા છે. X પર તેમના ફોલોઅર્સની સંખ્યા 100 મિલિયનને પાર થઈ ગઈ છે. જો આપણે દેશના વિવિધ ભારતીય રાજકારણીઓના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સરખામણી કરીએ તો, વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા ફોલોઅર્સની બાબતમાં ઘણા આગળ છે.

વિપક્ષી નેતા રાહુલ ગાંધીના X પર 26.4 મિલિયન ફોલોઅર્સ છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના 19.9 મિલિયન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના 7.4 મિલિયન ફોલોઅર્સ છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના 6.3 મિલિયન ફોલોઅર્સ છે, તેજસ્વી યાદવના 5.2 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે NCPના વડા શરદ પવારના 2.9 મિલિયન ફોલોઅર્સ છે.
વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, વડાપ્રધાન નરેંદ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન (38.1 મિલિયન ફોલોઅર્સ), દુબઈના વર્તમાન શાસક એચએચ શેખ મોહમ્મદ (11.2 મિલિયન ફોલોઅર્સ) અને પોપ ફ્રાન્સિસ (18.5 મિલિયન ફોલોઅર્સ) જેવા વિશ્વ નેતાઓ કરતાં ઘણા આગળ છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીની લોકપ્રિયતા જોઈને વિશ્વના નેતાઓ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે જોડાવા માટે ઉત્સુક છે. કારણ કે તેમની સાથે જોડાવાથી થવાથી તેમના પોતાના ફોલોઅર્સ, ટ્રાફિક, વ્યૂમાં નોંધપાત્ર વધારો થાય છે.