મહાકુંભકા કયા મતલબ હૈ, સબ ફાલતુ કા ચીજ હૈ; લાલુનું વિવાદિત નિવેદન
દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટના અંગે રેલવે મંત્રીની જવાબદારી નક્કી કરવા માંગ
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે રવિવારે કુંભ મેળાને ‘નકામું’ કહીને વિવાદ ઉભો કર્યો હતો. દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી દુ:ખદ ભાગદોડ પર પ્રતિક્રિયા આપતા, તેમણે રેલ્વેની બેદરકારીને દોષી ઠેરવી અને રેલ્વે મંત્રીની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. બીજી તરફ, લાલુ યાદવે કુંભ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેને ફાલતુ ચીજ કહી દેતાં જેડીયુ દ્વારા લાલુ યાદવની આકરી આલોચના કરાઇ હતી.

દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે લાલુ યાદવે રેલવે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આ ઘટનાને રેલવેના ગેરવહીવટ અને બેદરકારીનું પરિણામ ગણાવ્યું, જેના કારણે અનેક લોકોના જીવ ગયા. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે રેલવેની આ નિષ્ફળતા માટે રેલવે મંત્રીને જવાબદાર ઠેરવવા જોઈએ.
જ્યારે લાલુ યાદવને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભીડ એકઠી થવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે ખૂબ જ કઠોર રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કુંભનો અર્થ શું છે, કુંભ નકામો છે. આ નિવેદન આવતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. આરજેડી વડાના નિવેદન પર જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે લાલુ યાદવ અકસ્માત પર રાજકારણ રમી રહ્યા છે.