દેશના અર્થતંત્ર સામે શું પડકાર ? જુઓ
કોણે કરી આગાહી ?
દેશના અર્થતંત્ર વિષે દુનિયાભરમાંથી સારા સમાચાર આવી રહ્યા છે ત્યારે દુનિયાના કેટલાક અર્થશાસ્ત્રીઓએ એવી ભીતિ દર્શાવી છે કે લોકસભાની ચુંટણી બાદ જે નવી સરકાર આવશે તેના માટે બેરોજગારી સૌથી મોટી સમસ્યા અને પડકાર બનશે. આ પ્રશ્ન અત્યારે પણ ગંભીર બનેલો છે.
રોઇટર દ્વારા દુનિયાના કેટલાક અર્થશાસ્ત્રીઓમાં સર્વે કરાવ્યો હતો અને તેમાં આ પ્રકારનું તારણ નીકળ્યું હતું. જો કે આ નિષ્ણાતોએ ભારતને દુનિયાની સૌથી ઝડપથી વિકસ્તી અર્થવ્યવસ્થા પણ બતાવી હતી અને એવી આગાહી કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં તે 6.5 ટકાના દરથી વિકાસ આગળ કરશે.
અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરાયો છે કે ભારત દુનિયાના અન્ય દેશો કરતાં ઝડપથી વિકસી રહ્યું છે છતાં દેશની વધી રહેલી યુવા વસ્તી માટે રોજગારની વ્યવસ્થા થઈ શકી નથી. અર્થતંત્ર યુવા વર્ગ માટે નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
અત્યારે લોકસભાની ચુંટણીણા સમયમાં લોકોની સૌથી મોટી માંગ અને અપેક્ષા રોજગાર અને નોકરીની રહી છે. આમ નવી સરકાર માટે બેરોજગારીની સમસ્યા પડકાર બનશે. રોઇટર દ્વારા 26 અર્થશાસ્ત્રીઓમાં પોલ કરાવ્યો હતો અને તેમાંથી 15 અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે ભારતમાં રોજગાર સર્જન મોટો પડકાર છે.
બેરોજગારીના દરમાં વધારો થઈ રહ્યો છે અને વિકાસ થઈ રહ્યો છે પણ તે નોકરી અને રોજગાર વિનાનો વિકાસ બની રહ્યો છે તેમ કહીને નિષ્ણાતોએ દેશમાં આવનારા સમયમાં મોટા પડકારોની ચિંતા વ્યક્ત કરી છે.