બંગાળની હિંસા મુદ્દે શું મુકાયો આરોપ ? વાંચો
બંગાળના મૂરશીદાબાદ ખાતે રામનવમીના દિવસે થયેલી હિંસાનો મુદ્દો હવે વધુ આક્રમક બની રહ્યો છે અને ભાજપ દ્વારા એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની માંગણી થઈ હતી. આ બારામાં નવો આરોપ પણ મુકાયો છે અને વાત વધુ બગડી ગઈ છે.
ભાજપ દ્વારા એવો આરોપ મુકાયો હતો કે શોભાયાત્રા પર ટીએમસીની ઓફિસમાંથી જ પથ્થરમારો કરાયો હતો. બુધવારે સાંજે શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. બે જૂથો વચ્ચે ટક્કર પણ થઈ હતી અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
બનાવ બાદ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે ત્યારે ભાજપ દ્વારા એવી માંગ થઈ છે કે આ બનાવની એનઆઈએ દ્વારા જ તપાસ થવી જોઈએ તો જ સત્ય બહાર આવશે. આ મામલે સામસામા આક્ષેપ થયા હતા.
જો કે ભાજપના પ્રદેશ પ્રમુખે એવો આરોપ મૂક્યો હતો કે ટીએમસીની ઓફિસ પરથી જ પથ્થરમારો કરાયો હતો માટે આ ઘટનાની ગંભીરતા જોઈને એનઆઈએ દ્વારા જ તપાસ થવી જોઈએ.