કર્ણાટકમાં સીએમ અંગે શું થઈ રહી છે વાતો ? સીએમ બદલાઈ શકે છે તેમ કોણે કહ્યું ? વાંચો
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈને રાજકારણ ગરમાયું છે. શું સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહેશે કે ડીકે શિવકુમારને રાજ્યની કમાન સોંપવામાં આવશે? આ અંગે વિવિધ નેતાઓના નિવેદનો સોમવારે આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઈલીએ એક મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, ‘ડીકે શિવકુમારને સીએમ બનતા કોઈ રોકી શકશે નહીં. તેમની પાસે સારી લીડરશીપ છે. શિવકુમાર ડિસેમ્બર સુધીમાં સીએમ બની શકે છે.
જ્યારે કોંગીના ધારાસભ્ય શિવગંગાએ તો એમ કહ્યું હતું કે હું લોહીથી લખીને આપવા તૈયાર છું કે ડિસેમ્બર સુધીમાં શિવકુમાર મુખ્યમંત્રી બની શકે છે અને તેમાં કોઈ શંકા જ નથી. એમની પાસે મજબૂત ટેકો છે.
વીરપ્પા મોઇલીએ કહ્યું કે, ડીકે શિવકુમારે પાર્ટી બનાવી છે. લોકો વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, પણ તેમને મુખ્યમંત્રી બનતા કોઈ રોકી નહીં શકે. મુખ્યમંત્રી બનવું એ કોઈ એવી વસ્તુ નથી કે, જેને ભેટ તરીકે આપી શકાય. તેની પાછળ સખત મહેનત કરવામાં આવે છે અને ડીકેએ તે કર્યું છે. આપણે બધા ઈચ્છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે મુખ્યમંત્રી બને તેવી કામના કરીએ.
શિવકુમારે કહ્યું, હું કોમેન્ટ કરવા માંગતો જ નથી
વીરપ્પા મોઈલીના નિવેદન પર ડીકે શિવકુમારે કહ્યું કે, હું આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી. હું એક કાર્યકર્તાની બેઠકમાં હતો કારણ કે, મને પાર્ટી અધ્યક્ષ તરીકે મારે રાજ્યભરમાં પ્રવાસ કરવાનો છે.
તેમણે કહ્યું કે, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હોવા છતાં શિવકુમારે પડકારજનક સમયમાં રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે અથાક પરિશ્રમ કર્યો છે અને અન્ય રાજ્યોમાં પાર્ટીને સત્તામાં લાવવા તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.