સરકારી કર્મીઓને કેન્દ્રીય નાણા મંત્રાલયે શું આપી સૂચના ? શું છે મામલો ? વાંચો
કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સરકારી કર્મચારીઓ માટે એઆઈ એપ્સ અને પ્લેટફોર્મ અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે ઘણા કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં એઆઈ એપ્સ (જેમ કે ચેટજીપીટિ ,ડીપસીક વગેરે)નો ઉપયોગ કરી રહ્યા છે. આના કારણે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા પર મોટો ખતરો ઉભો થઈ શકે છે. આ કોઈ એપનો ઉપયોગ કરવો નહીં.
પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી કમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઇસમાં એઆઈ એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ટાળવો જોઈએ. જોકે, કર્મચારીઓ ઈચ્છે તો તેનો ઉપયોગ તેમના પર્સનલ ડિવાઇસમાં તેનો ઉપયોગ કરી શકે છે. ડેટા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં ઘણી વિદેશી એઆઈ એપ્સ હાજર છે. ભારતમાં ઘણી વિદેશી એઆઈ એપ્સ ઉપલબ્ધ છે, જેમાં ચેટ જીપીટી , ડીપસીક અને ગૂગલ જેમીની વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણા લોકો તેમના કામને સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. દરમિયાન એઆઈ એપ્સ ડિવાઇસમાં હાજર કેટલીક મહત્વપૂર્ણ પરમિશન ઍક્સેસ કરે છે. આમાં તે ડેટા અને ફાઇલોની ઍક્સેસ પણ માંગી શકે છે.
ચાઇનીઝ સ્માર્ટઅપ ડીપસીક તાજેતરમાં લોકપ્રિયતા મેળવી છે અને આ સ્ટાર્ટઅપે તેની ઓછી કિંમતને કારણે ઉદ્યોગમાં હલચલ મચાવી છે. લગભગ 20 મહિના પહેલા શરૂ થયેલા આ સ્ટાર્ટઅપે એઆઈ ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે.