ગેંગસ્ટર લોરેન્સને શું લાગ્યો ફટકો ? વાંચો
- વિરોધી ગેંગે શું કર્યું ?
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ શૂટર રાજનની હત્યા કરી દીધી છે. મૃતદેહને સળગાવીને હરિયાણાના યમુનાનગરમાં ઠેકાણે લગાવી દીધો હતો. તેની સામે ગુનાકીય કેસ દાખલ છે. આ હત્યા પાછળ બંબીહા ગેંગનો હાથ છે અને આતંકવાદી ગેંગસ્ટર અર્શ ડલ્લાના ઈશારા પર તે ઘટનાને અંજામ આપી દીધો છે.
રાજન કુરુક્ષેત્રનો રહેવાસી હતો. રાજન લોરેન્સ ગેંગનો ખાસ શૂટર હતો. બંબીહા ગેંગના લોકોએ હરિયાણાના યમુના નગરમાં પહેલા ગોળી મારી, પછી સળગાવીને મારી નાખ્યો છે. હરિયાણા પોલીસ કેસની તપાસમાં લાગી છે.
વિદેશમાં બેસીને બંબીહા ગેંગની કમાન સંભાળી રહેલા ગેંગસ્ટર લકી પટિયાલ અને કેનેડામાં બેસીને ગેંગસ્ટર અને ખાલીસ્તાની આતંકી અર્શ ડલ્લાએ બિશ્નોઈ ગેંગના શૂટર રાજનની હત્યા કરાવી દીધી છે. સોશિયલ મીડિયા પર તેની જવાબદારી પણ લીધી હતી.
બંબીહા ગેંગે પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડીને ચેલેન્જ કરતા લખ્યું કે, ‘સિદ્ધુ મુસેવાલાને વગર ગુનાએ મારી નાખ્યો. કેનેડામાં સુક્ખા દુનુકેને ભરોસામાં લઈને તેની હત્યા કરાવી. અમે સુક્ખાના મર્ડરનો બદલો લઈ લીધો. જલ્દી સૌનો હિસાબ થશે.’