કેજરીવાલને શું લાગ્યો ફટકો ? જુઓ
હાઇકોર્ટે શું કહ્યું ?
દારૂનિતીકાંડ અને દીલ્હી જલ બોર્ડ અંગેના કેસમાં ઇડીના 9 સમન્સ સામે પડકાર ફેકીને દીલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે ધરપકડ નહીં થવાની ગેરંટી માંગતી અરજી કરી હતી જે ગુરુવારે હાઇકોર્ટે રદ કરી હતી અને વધુ સુનાવણી 29 એપ્રિલ પર રાખી હતી. ધરપકડ પર રોક લગાવવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો.
હાઇકોર્ટે ઇડીને એવો સવાલ કર્યો હતો કે તમારી પાસે કેજરીવાલ વિરુધ્ધ કોઈ પુરાવા છે ? ત્યારબાદ ઇડીએ ફાઈલો જજને મોકલી હતી અને ફાઈલો જોયા બાદ હાઇકોર્ટે કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આમ કેજરીવાલને ફટકો લાગ્યો હતો.
હવે 22 મી એપ્રિલે ઇડી દ્વારા કેજરીવાલની અરજી પર કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે અને કોર્ટ દ્વારા આગળની સુનાવણી કરવામાં આવશે. ઇડી દ્વારા અત્યાર સુધીમાં કેજરીને 9 સમન્સ મોકલાયા છે અને બધાને કેજરીએ કોર્ટમાં પડકાર્યા હતા. ત્યાર બાદ ધરપકડ નહીં થાય તેવી ગેરંટી આપવાની માંગ કરતી બીજી અરજી દાખલ કરી હતી જે અદાલતે ફગાવી હતી.
ગુરુવારે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ પોતાની ચેમ્બરમાં ઇડીની ફાઇલોનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ કેજરીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ સ્તર પર અમે વચગાળાની રાહત આપી શકી નહીં.