દેશના સર્વિસ સેક્ટરમાં શું થયો સુધારો ? વાંચો
કેટલી થઈ વૃધ્ધિ ?
દેશના સર્વિસ સેક્ટરમાં થોડા સમયની તકલીફ બાદ ફરી સારી વૃધ્ધિ જોવા મળી રહી છે. માર્ચ માસમાં આ વૃધ્ધિ દેખાઈ હતી અને નવી આશા સાથે સર્વિસ સેક્ટર વિકાસ કરી રહ્યો છે. સર્વિસ પીએમઆઈ વધીને માર્ચમાં 61. 2 ના લેવલ પર પહોંચી ગયો હતો. જે 13 વર્ષની ટોચ પર રહ્યો હતો.
અહેવાલમાં એવી જાણકારી અપાઈ હતી કે એક્સપોર્ટમાં જબરી ડિમાન્ડ નીકળતાં સર્વિસ સેક્ટરમાં જોરદાર વૃધ્ધિ આવી છે. જે ફેબ્રુઆરીમાં ધીમી પડી ગઈ હતી જ્યારે પીએમઆઈ 60.6 ટકા પર હતો. ત્યારબાદ જોરદાર ડિમાન્ડ નીકળી હતી તેમ એચએસબીસીના સર્વેમાં બહાર આવ્યું હતું.
નિષણતોએ એમ કહ્યું છે કે નાણાકીય વર્ષના અંત ભાગમાં પોઝિટિવ વલણ રહ્યું હતું જેનો ફાયદો સર્વિસ સેક્ટરને રહ્યો હતો. છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ વિકાસ આ સેક્ટરમાં નોંધાયો હતો. સેલ અને બિઝનેસ પ્રવૃત્તિમાં જોરદાર વધારો થયો હતો. `એક્સપોર્ટના ઓર્ડરમાં નવો રેકોર્ડ થયો હતો.
દેશ અને વિદેશમાંથી ઓર્ડર મબલખ રહ્યા હતા. એક્સપોર્ટ બિઝનેસસ સૌથી ઝડપથી આગળ વધ્યો હતો. આગામી સમયમાં પણ આ વૃધ્ધિ જળવાઈ રહેશે તેવી આગાહી નિષ્ણાતોએ કરી હતી. પ્રોડક્શન ક્ષમતામાં પણ વધારો થયો છે.