આપના ઉમેદવારોની હરિયાણામાં શું દશા થઈ ? જુઓ
હરિયાણામાં ભાજપની ત્રીજીવાર જોરદાર જીત થઈ છે અને તેના બધા જ પાસા સરખા પડ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ કરેલો પ્રચાર કામ લાગ્યો છે અને વડાપ્રધાન મોદીની રેલીઓ રંગ લાવી છે ત્યારે આમ આદમી પાર્ટી માટે જોરદાર ઝટકો નીકળો છે.
પૂરા જોશ સાથે અરવિંદ કેજરીવાલે રાજ્યમાં 89 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પણ તેને સમ ખાવા એક પણ બેઠક મળી નથી અને મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. લોકોને કેજરીવાલ પર હવે ભરોસો રહ્યો નથી તેવું પણ મનાય છે.
ખાસ વાત એ છે કે દિલ્હી સાથે નિકટતા ધરાવતી બેઠકો પર પણ આપ સાવ નિષ્ફળ રહી છે. એનસીઆર સાથે જોડાયેલી લગભગ બધી બેઠકો પર આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.
ગુડગાંવમાં ભાજપના ઉમેદવારને 68 હજાર વૉટથી જીત મળી તો આપના ઉમેદવાર ડૉક્ટર નિશાંત આનંદને ફક્ત 2177 મત જ મળ્યા છે. ગુરુગ્રામ જિલ્લાની બાદશાહપૂર બેઠક પર ભાજપના ઉમેદવારને 60 હજાર વોટ મળ્યા અને તેઓ જીતી ગયા.
ફરિદાબાદ બેઠક પર આપના ઉમેદવાર પ્રવેશ મહેતાને ફક્ત 926 મત મળ્યા છે. અહીં ભાજપના વિપુલ ગોયલને 48 હજાર મત સાથે વિજય મળ્યો છે. આમ મોટા ભાગની બેઠકો પર આપના ઉમેદવારોનો શરમજનક પરાજય થયો છે.