દેશમાં બરફ વર્ષાથી કયા રાજ્યની શું થઈ હાલત ? જુઓ
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમાચલમાં 340 રસ્તાઓ પર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. ચિત્કુલમાં અઢી ફૂટથી વધુ બરફ જામી ગયો હતો. જેના કારણે ઘણા પ્રવાસીઓ અટવાઈ ગયા છે.ભારે બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત છે અને હજારો પર્યટકો ફસાયેલા છે.
કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ રોડ બંધ છે. કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 1800 જેટલા વાહનો અટવાયા છે. ગાંદરબલ, સોનમર્ગ, પહેલગામ, ગુંડ, બારામુલ્લા સહિત અનેક સ્થળોએ તાપમાન માઈનસ 10 થી 22 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અહીં ફસાયેલા પર્યટકો માટે મસ્જિદો અને ઘર ખોલવા પડ્યા હતા. બધાને સલામત સ્થળે લઈ જવાયા હતા.
હિમાચલ બન્યું બરફગઢ
અહીં એક ફૂટ સુધી હિમવર્ષા થઈ હતી, જેના કારણે લગભગ 2 હજાર પ્રવાસીઓ અલગ-અલગ જગ્યાએ અટવાઈ પડ્યા હતા. સ્થાનિક કાશ્મીરીઓએ ઘરો અને મસ્જિદોના દરવાજા ખોલ્યા. તેમને રહેવા માટે જગ્યા, ધાબળા અને રજાઈ સાથે ગરમ ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી. હિમાચલનાં ૧૦ જિલ્લામાં ૧૦ સે. મી.થી પણ વધુ બરફવર્ષા થઈ છે.
ઉત્તરાખંડમાં હિમપ્રપાત એલર્ટ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આગામી 24 કલાકમાં 3 હજાર મીટરથી વધુની ઊંચાઈએ હિમપ્રપાત ની ચેતવણી આપવામાં આવી છે. હિમવર્ષાના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પાંડુકેશ્વર-બદ્રીનાથ વચ્ચે બંધ છે.
હવામાન ખાતાની આગાહી છે કે આ બધા જ રાજ્યોમાં હજુ પણ આગામી દિવસો દરમિયાન બરફ વર્ષા યથાવત રહેશે અને ગાત્રો ગાળી નાખતી ઠંડીનો દોર પણ યથાવત રહેશે.