કેજરીવાલ માટે રાહત માંગનારની શું હાલત થઈ ? વાંચો
કોર્ટે કેટલો દંડ કર્યો ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે તમામ કેસમાં વચગાળાના જામીન આપવાની અરજી દિલ્હી હાઇ કોર્ટે રદ કરી દીધી હતી અને અરજદારને રૂપિયા 75 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. હાઇ કોર્ટે અરજદારની બરાબર ઝાટકણી કાઢી હતી.
અદાલતે અરજી રદ કરતાં કહ્યું હતું કે ઊંચા પદ પર બેસેલા વ્યક્તિ સામે અનેક કેસ અલગ અલગ આરોપસર પેન્ડિંગ છે અને આવી સ્થિતિમાં કોર્ટ વચગાળાના જામીન આપી શકે નહીં. કાયદો બધા માટે એકસમાન જ હોય છે અને બધાને એક જ કલમ અને સિધ્ધાંતો લાગુ પડે છે.
અદાલતે એમ પણ ઠરાવ્યું હતું કે લોકોના સંરક્ષક હોવાનો અરજદારનો દાવો યોગ્ય નથી અને તેનો કોઈ આધાર નથી. એ જ રીતે અરજદાર પાસે કોઈ પાવર ઓફ એટર્ની પણ નથી. અરજદારને અદાલતે રૂપિયા 75 હજારનો દંડ ફટકાર્યો હતો. આ પહેલા પણ આ પ્રકારની અરજીઓ રદ કરવામાં આવી હતી.