મુંબઈથઈ વિશાખાપટ્ટનમ જતી ફ્લાઇટ સાથે શું થયું ? વાંચો
સવારે મુંબઈથી વિશાખાપટ્ટનમ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સ્થિતિએ મુસાફરોને અસ્વસ્થ કર્યા, પરંતુ ફ્લાઇટ સદનસીબે અક્સ્માતમાંથી ઊગરી ગઈ હતી. આ વિમાનનું હૈદ્રાબાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરી દેવાયું હતું. વિમાનમાં 144 મુસાફરો હતા અને બધા સુરક્ષિત રહ્યા હતા.
ઇન્ડિગો એરલાઇન્સના પાયલોટે તરત જ સમસ્યાને ઓળખી લીધી અને પ્લેનને હૈદરાબાદ તરફ વાળ્યું, જ્યાં તેણે શમશાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. વિમાનમાં 144 મુસાફરો સવાર હતા,
ઇમરજન્સી લેન્ડિંગ બાદ દરેકે રાહતનો શ્વાસ લીધો કારણ કે વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. વિમાનની તરત જ ચકાસણી અને તપાસ કરીને રિપેરીંગની કાર્યવાહી કરાઇ હતી.