હિમાચલ કોંગીના અયોગ્ય ધારાસભ્યોને શું લાગ્યો ફટકો ? વાંચો
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. સભ્યોને અયોગ્ય જાહેર કરવાના સ્પીકરના ફેસલા પર સ્ટે આપવાનો અદાલતે ઇનકાર કરીને સ્પીકરને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો હતો.
પોતાને અયોગ્ય જાહેર કરવાના આદેશને ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે આ મામલે એક સપ્તાહ બાદ સુનાવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોગ્ય જાહેર થયેલા તમામ 6 ધારાસભ્યોની સીટ માટે ચુંટણી પંચે પેટાંચુંટણી જાહેર કરી દીધી છે. આ બધી બેઠકો પર 1 લી જૂને મતદાન થવાનું છે.
સુપ્રીમ કોર્ટે સ્પીકરના ફેસલા પર સ્ટે આપવાનો ઇનકાર કરવા સાથે એમ ઠરાવ્યું હતું કે અરજી ઉપર ફેસલો આવે નહીં ત્યાં સુધી સભ્યો વિધાનસભામાં વોટિંગ કે પછી અન્ય કોઈ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. અદાલતના આ નિર્ણય બાદ હવે રાજકીય હરીફોએ પેટા ચુંટણી માટે કામે લાગી જવાનું છે.