અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે શું થયું ? જુઓ
ખાલિસ્તાની ટેકેદારોનું પરાક્રમ,પન્નુને હવે હત્યાનો ખોફ લાગી ગયો છે ત્યારે સમર્થકોને મોકલી ખરાબ વર્તન કરાવ્યું
ખાલિસ્તાની પ્રવૃત્તિ વિદેશમાં બેખોફ ચાલી રહી છે અને ભારત વિરોધી માહોલ ફેલાવાઈ રહ્યો છે. કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂને હત્યાનો ડર સતાવી રહ્યો છે. તેના જ કારણે તેના સમર્થકોએ અમેરિકાના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂ સાથે ધક્કા-મુક્કી કરી હતી. સુરક્ષા સામે ખતરો ઊભો કરી દેવાયો હતો અને ભારે દોડાદોડી થઈ ગઈ હતી. કેનેડાની જેમ અમેરિકામાં પણ ભારતીય અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.
સંધૂને ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં હિક્સવિલે ગુરુદ્વારાની મુલાકાત દરમિયાન ખાલિસ્તાની સમર્થક તત્વોના એક સમૂહે ઘેરી લીધા હતા અને તેમની સાથે ધક્કા-મુક્કી કરી હતી. રાજદૂત ગુરુપર્વના અવસર પર પ્રાર્થના કરવા માટે ગુરુદ્વારા ગયા હતા.
અનેક વાયરલ વીડિયોમાં સંધૂને ખાલિસ્તાની સમર્થકોને રાજદૂત સાથે ધક્કા-મુક્કી કરતા જોઈ શકાય છે જેઓ ભારત દ્વારા નામિત આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને ગુરપતવંત સિંહ પન્નુ વિશે નિવેદન આપી રહ્યા હતા.
રાજદૂત સંધુ સાથે ખરાબ વર્તનનો વિડિયો ભાજપના નેતા આરપી સિંહે શેર કર્યો હોવાનું બહાર આવ્યું છે.