યુપીમાં બાળકોથી ભરેલી બસ સાથે શું થયું ? કેવો બન્યો બનાવ ? જુઓ
ઉત્તર પ્રદેશના ગજરૌલામાં બાળકોથી ભરેલી સ્કૂલની મિની બસ પર ત્રણ માસ્ક પહેરેલા યુવકોએ હુમલો કર્યો હતો. તેઓએ બસ પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર પણ કર્યો હતો પણ સદનસીબે બાળકો બચી ગયા હતા. ડ્રાઈવરના ડહાપણથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડીઓ આવી પહોંચી હતી. યુપીમાં હવે ગુંડાગીરી ભારે વધી છે અને કાયદો વ્યવસ્થા સાવ ખાડે ગયા છે. લોકોમાં અસંતોષ અને ભયનો માહોલ છે.
ત્રણ માસ્ક પહેરેલા યુવકોએ બાળકોથી ભરેલી સ્કૂલ મિની બસમાં તોડફોડ કરી અને ગોળીબાર કર્યો. આ દરમિયાન બાળકો ગભરાઈ ગયા હતા અને ડ્રાઈવરે બચાવ કરીને ઝડપથી સ્કૂલબસ શાળાએ પહોંચાડી હતી. આરોપીઓએ લગભગ એક કિલોમીટર સુધી બસનો પીછો પણ કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.
પ્રાથમિક તપાસમાં ત્રણ દિવસ પહેલા બસ ચાલક સાથે અથડામણને લઈને ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું હતું. ચોકપુરી ગામના રહેવાસી હરપ્રસાદનો પુત્ર મોન્ટી સિંહ એસઆરએસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં મિની બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બાળકો સવારે આવે છે અને રિસેસ સમયે નીકળી જાય છે.