મણિપુરના સીમના સુરક્ષા કાફલા સાથે શું બન્યું ? જુઓ
હિંસાગ્રસ્ત મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર આવ્યા હતા. અહીં મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સુરક્ષા જવાનોના કાફલા પર સોમવારે ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો અને તેમાં 2 જવાનો ઘાયલ થયા હતા. જો કે, સદભાગ્યે મુખ્યમંત્રી પોતે કાફલામાં સામેલ નહોતા.
મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર જીરિબામ ખાતે ઓચિંતા હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના સોમવારે સવારે બની હતી. મુખ્યમંત્રી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા મંગળવારે કટોકટીગ્રસ્ત જીરીબામ જિલ્લાની મુલાકાત લેવાના હતા. ઘટના બાદ મણિપુર પોલીસ કમાન્ડો અને આસામ રાઈફલ્સે સંયુક્ત ટીમ બનાવી હતી અને ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મંગળવારે સીએમ એન.બિરેન સિંહ હિંસાગ્રસ્ત જીરીબામની મુલાકાત લેવાના હતા. આ સંદર્ભે, મુખ્યમંત્રીની આગોતરી સુરક્ષા ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા જીરીબામ જઈ રહી હતી. આ દરમિયાન કાફલા પર હુમલો કરી દેવાયો હતો. જવાનોએ તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરીને ઉગ્રવાદીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી.