શું થયું બંગાળ ભાજપ પ્રમુખ સાથે ? જુઓ
ક્યાં થયા ઇજાગ્રસ્ત ?
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બશીરહાટમાં સંદેશખાલી હિંસાનો વિરોધ કરી રહેલા ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠીચાર્જ કરતા પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદાર ઈજાગ્રસ્ત થયા હતા. તેમને બેભાન અવસ્થામાં ઑક્સિજન માસ્ક લગાવી હોસ્પિટલ ખસેડાયા હતા. કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, પોલીસે લાઠીચાર્જ કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
બશીરહાટના એસપી ઓફિસ બહાર ધરણા કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ બેરીકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા સામ-સામે ધક્કા-મુક્કી શરૂ થઈ હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા મજૂમદાર ઈજાગ્રસ્ત થયા હતા.