કંગના અંગે અભદ્ર ટિપ્પણી કરનાર સુપ્રિયા શ્રીનેતેનું શું થયું…વાંચો
ભારે વિવાદ થતા કોંગ્રેસે પડતા મૂક્યા
હરિયાણાના મંડી મત ક્ષેત્રના ભાજપના ઉમેદવાર કંગના રનૌત અંગે અત્યંત અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસના ફાયર બ્રાન્ડ મહિલા પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ને લોકસભાની ટિકિટ આપવાનું કોંગ્રેસે માંડી વાળ્યું છે.
સુપ્રિયા શ્રીનેતે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કરેલી ટિપ્પણીએ ભારે વિવાદ સર્જ્યો હતો. ચૂંટણી પંચે પણ તે બાબતે તેમને નોટિસ ફટકારી હતી. ભારે વિવાદ થયા બાદ સુપ્રિયાએ એ પોસ્ટ પોતે નહીં પણ બીજા કોઈએ મૂકી હોવાનો ખોખલો બચાવ કર્યો હતો.
દરમિયાન કોંગ્રેસે બુધવારે ઉત્તર પ્રદેશ માટે જાહેર કરેલી યાદી માંથી સુપ્રિયા શ્રીનેતે ની બાદબાકી થઈ ગઈ હતી. 2019 માં સુપ્રિયા મહારાજગંજની બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ એ બેઠક ઉપર તેમનું નામ નિશ્ચિત ગણાતું હતું પરંતુ આ વિવાદ બાદ કોંગ્રેસે તેમને પડતા મૂકી એ બેઠક ઉપર વિરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. સુપ્રિયા શ્રી ને તે નો 2019 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરી સામે કારમાં પરાજય થયો હતો. તેમણે ડિપોઝિટ પણ ગુમાવી હતી.