કશ્મીરમાં શું થયું મેહબૂબા મુફ્તી સાથે ?
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો. આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી હતી. મુફ્તી અનંદનાગના બોટ કૉલોનીના આગની દુર્ઘટનાના પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં હતા, તે સંપૂર્ણ ડેમેજ થઈ ગયું હતું.
ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ‘અકસ્માતમાં મહેબુબા મુફ્તીનો આબાદ બચાવ થયો હોવાનું સાંભળી ખુશી થઈ. અકસ્માતમાં ગંભીર ઘટના સર્જાવાની સંભાવના હતી. મને આશા છે કે, સરકાર અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ કરશે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો એક કાર સાથે અકસ્માત થયો હતો. તેઓ અગ્નિકાંડના પીડિતોને મળવા ખાનબલ જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો, જોકે તેઓનો આબાદ બચાવ થયો છે. ઘટનામાં તેમના ખાનગી સુરક્ષામાં તહેનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. ત્યારબાદ પીડીપી અધ્યક્ષ પોતાની નિર્ધારિત યાત્રા પર આગળ વધી ગયા હતા.