મરાઠા અનામત અંગે શું થયું ? વાંચો
મહારાષ્ટ્રએ મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય લીધો હતો . મહારાષ્ટ્ર કેબિનેટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% મરાઠા અનામત માટેના બિલને મંજૂરી આપી દીધી હતી છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે શિંદે સરકારે મોટો નિર્ણય લીધો હતો.મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી મરાઠા આરક્ષણ બિલને મંજૂરી મળી ગઈ હતી.
આ બિલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં 10% અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ભલે ઓબીસી ભાઈ હોય કે, પછી અન્ય કોઈ સમુદાય હોય … અમે કોઈના પણ અનામત સાથે છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાય માટે શૈક્ષણિક અને નોકરી અનામત આપવાનો નિર્ણય લીધો છે.
સીએમ શિંદેએ કહ્યું કે, આ કામમાં એવા કાનૂની નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે જેમણે હાઈકોર્ટમાં મરાઠા આરક્ષણની જોરદાર વકાલત કરી છે. ટાસ્ક ફોર્સનું પણ ગઠન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને અન્ય ન્યાયિક સ્તરે મરાઠા સમુદાય માટે અનામત કેવી રીતે જળવાઈ રહેશે તે અંગે સરકાર અને આયોગ વચ્ચે સંકલન જાળવવા માટે સેવા નિવૃત્ત દિલીપ ભોસલે- મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.